અમરેલી જિલ્લામાં ખરીફ-૨૦૨૬ ઋતુ અંતર્ગત તારીખ ૦૭-૦૮-૨૦૨૬ સુધીના આંકડા મુજબ જિલ્લામાં કુલ ૫,૫૬,૧૦૯ હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર નોંધાયું છે.ચાલુ વર્ષે પણ ખેડૂતોએ રોકડિયા પાક એવા કપાસ અને મગફળી પર સૌથી વધુ પસંદગી ઉતારી છે.સમગ્ર જિલ્લામાં કપાસનું સૌથી વધુ ૨,૭૮,૫૯૪ હેક્ટર અને મગફળીનું ૨,૨૫,૧૪૧ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. તાલુકાવાર આંકડાઓ મુજબ સાવરકુંડલા તાલુકામાં સૌથી વધુ ૮૩,૯૭૧ હેક્ટરમાં વાવેતર થયું છે, જ્યારે અમરેલી તાલુકામાં ૭૦,૩૫૧ હેક્ટર વિસ્તાર આવરી લેવાયો છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ વાવેતર ધરાવતો અમરેલી તાલુકામાં કપાસ (૪૮,૩૭૬), ધારી તાલુકામાં (૩૮,૨૮૬) હેક્ટર મગફળી, બગસરા તાલુકામાં (૯,૧૧૨) હેકટર સોયાબીન, સાવરકુંડલા તાલુકામાં તુવેર (૪,૭૪૧ હેક્ટર), સહિત અન્ય પાકોનું પણ નોંધપાત્ર વાવેતર થયું છે.