બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીની ઘારી શાખા દ્વારા બાજપાઈ સહાય નિધિના ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં શાખાના સભાસદના વારસદાર વિપુલકુમાર નગીનદાસ ગાંધીને રૂ. ૨૫ હજાર તેમજ નયનાબેન કમલેશભાઈ જોષીને રૂ. ૨૫ હજારના ચેક મંડળીના જનરલ એમ.ડી. નિતેષ ડોડીયા તથા ઘારી શાખાના એમ.ડી. કેતનભાઈ સોનીના વરદહસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.