ધારીમાં પાડોશી સામે જોવા બાબતે ઠપકો આપતાં યુવકે ઝેરી પાઉડર પીધો હતો. નાનુભાઇ ધનજીભાઇ કલાડીયા (ઉ.વ.૫૧)એ જાહેર કર્યા મુજબ, તેમનો પુત્ર સિધ્ધાર્થભાઇ નાનુભાઇ કલાડીયા (ઉ.વ.૧૯) પાડોશી સામે જોઇ રહેતો હતો. જે અંગે ઠપકો આપતાં લાગી આવવાથી તેણે ઘઉંમાં નાખવાનો ઝેરી પાઉડર પી લીધો હતો, જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.