ઈ રાષ્ટ્રીય કૃષિ બજાર: આ પોર્ટલ દેશમાં વિવિધ કૃષિ પેદાશોના વેચાણ માટેનું ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ છે. ખેડૂતો, વેપારીઓ અને ખરીદદારોને ઓનલાઈન વેચાણ વ્યવસાયની સુવિધા આપે છે. ઈ-નામ (નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ) પોર્ટલનો મુખ્ય ધ્યેય સમગ્ર ભારતમાં તમામ એગ્રીકલ્ચર પ્રોડ્‌યુસ માર્કેટિંગ સોસાયટીઓ (છઁસ્ઝ્રજ) ને એક નેટવર્ક સાથે જોડવાનો છે. તેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સ્તરે કૃષિ ઉત્પાદકોને બજાર પ્રદાન કરવાનો છે. વિવિધ મંડીઓમાં ખેત પેદાશોના ભાવ વિશે ખેડૂતોને માહિતી પૂરી પાડે છે, જેનાથી ખેડૂતને સારી કિંમત મેળવવામાં મદદ મળે છે. ઉત્પાદનના ચોક્કસ વેચાણ માટે સુવિધા પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે, જો ગુજરાતના ખેડૂત મહારાષ્ટ્રમાં તેની ઉપજ વેચવા માંગે છે, તો ઇ-નામની મદદથી, તેના માટે તેની કૃષિ પેદાશો લેવાનું અને તેનું વેચાણ કરવું સરળ બની ગયું છે.
એગ્રી એપઃ જે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન માટે સંપૂર્ણ ઉકેલ છે. તે પાક ઉત્પાદન, પાક સંરક્ષણ,
કૃષિ સાથે સ્માર્ટ ર્ફામિંગ અને સંલગ્ન સેવાઓ વિશે માહિતી પ્રદાન કરે છે.આ એપ્સ ખેડૂતો, કૃષિ ઇનપુટ, રિટેલર્સ અને પરિપૂર્ણતા સેવાઓને એક સામાન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવા માટેનું એક ઓનલાઈન માર્કેટપ્લેસ છે. તે પાક સલાહકાર, માટી પરીક્ષણ, ડ્રોન સેવાઓ, પાક પ્રેક્ટિસ અને ઘણી બધી સેવાઓ પ્રદાન કરે છે.
આજના ડિજિટલ યુગમાં વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી માટે મોબાઈલ અપ્સ નો ઉપયોગ ખુબ જરૂરી છે તે ખેડૂતો ને ખેતીમાં આવતી મુશ્કીલોનું નિરાકરણ માટે, પાક બજાર ભાવ મેળવા,હવામાન આધારિત ખેતી સંબંધિત માહિતી અને કયા પ્રકારના રાસાયણિક ખાતરનો અથવા જંતુનાશક દવાઓનો ઉપયોગ ક્યારે કરવો તે માહિતી મેળવામાં મદદરૂપ થાય છે.