બીજને માવજત : એક કિલો બીજ દીઠ ૨૩ ગ્રામ મેન્કોઝેબ કે અન્ય ફૂગનાશક દવાનો પટ આપવો. આ ઉપરાંત ૧ લીટર પાણીમાં પાંચ ગ્રામ રાઈઝોબીયમ કલ્ચર ઉમેરી મિશ્ર કરવું. આ દ્રાવણ એક કિલો બીયારણ દીઠ ઉમેરી મિશ્ર કરવું. આ બિયારણ છાંયડામાં સૂકવવું અને પછી વાવણી કરવી, વાવણી સમય : વાવણી સમય જૂન-જુલાઈ માસમાં વાવણી લાયક વરસાદ થયેથી સોયાબીન પાકનું વાવેતર કરવું.
• વાવણી અંતર : પાકની બે હાર વચ્ચે ૪૫ સે.મી. અને બે છોડ વચ્ચે ૫૧૦ સે.મી અંતર જાળવવું. એકર દીઠ છોડની સંખ્યા જાળવવી ખાસ જરૂરી છે.બીજ દર ઃ હેકટરે ૬૦ કિ.ગ્રા. સોયાબીન બીજનું વાવેતર કરવાથી સારૂ ઉત્પાદન મળે છે.
• રાસાયણિક ખાતર :સોયાબીનના છોડમાં મૂળમાં રહેલ ગંડિકાઓ હવામાંના નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરવામાં મદદરૂપ થાય છે. આ પાકને હેકટરે ૩૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૩૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવાથી સારું ઉત્પાદન મેળવી શકાય છે.
• આતંર ખેડ : સોયાબીન કઠોળ વર્ગનો પાક હોવાથી તેમના મૂળ પર મૂળ ગંડિકાઓનું પ્રમાણ વધુ તે માટે જમીનમાં હવાની અવરજવર થવી ખૂબ જરૂરી છે તેથી ૨૦ અને ૪૦ દિવસે આતંરખેડ કરવી જોઈએ. જેથી નિંદણનું પણ નિયંત્રણ કરી શકાય છે.
• નિંદણ નિયંત્રણ : સોયાબીનના પાકમાં ૨૦ અને ૪૦ દિવસે આંતર ખેડ કર્યા બાદ હાથથી નિંદામણ કરવાથી નિંદણ નિયંત્રણ કરી શકાય છે.
• પિયત :ખરીફ ઋતુમાં સમયસર વાવવામાં આવતા પાકને પિયતની જરૂર પડતી નથી. પરંતુ જો વરસાદનો ગાળો – લંબાઈ અને ખેંચ ઊભી થાય કે ચોમાસુ નિષ્ફળ જાય તો જરૂરીયાત મુજબ પિયત આપવું. બીજાકરણ, ફૂલો આવવાં અને શીંગો ભરાવાની અવસ્થા દરમિયાન જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જરૂરી છે. આ અવસ્થા પૈકી કોઈ પણ સમયે ભેજની અછત ઊભી થાય તો ઉત્પાદન પર માઠી અસર થાય છે.
• પાક સંરક્ષણ : સોયાબીનમાં પાન ખાનાર ઈયળ, મોલોમશી અને ૧ સફેદ માખી જીવાત તથા પાનના ટપકાંનો રોગ મુખ્ય¥વે જોવા મળે છે. સમયસર પાક સંરક્ષણના પગલાં લેવાથી ઉપરોક્ત રોગ તથા જીવાતોથી થતું નુકસાન અટકાવી શકાય છે.
• કાપણી : સોયાબીનને પાકવા માટે ૯૦-૧૦૫ દિવસ લાગે છે. જ્યારે સોયાબીનના પાન પીળા થઈ જાય અને ૯૦ થી ૯૫% શીંગો સોનેરી પીળા રંગની થઈ જાય ત્યારે પાકની દાતરડાથી કાપણી કરવી. જો પાકની કાપણી મોડી કરવામાં આવે તો શીંગો ફાટી જઈ દાણા ખરી પડે છે અને જો લીલી શીંગો હોય અને કાપણી કરવામાં આવે તો શીંગોમાં દાણા ચીમળાયેલા તથા લીલા રંગના રહે છે જેથી દાણાની ગુણવત્તા બગડે છે. કાપેલા છોડને ૫ થી ૬ દિવસ ખળામાં સુકાવા દઈ ત્યારબાદ લાકડાના હાથાથી અથવા થ્રેશરથી દાણા ૧ છૂટા પાડી શકાય છે.
• ઉત્પાદન : પૂરતી માવજત અને સમયસર ખેતી કાર્યો કરવામાં આવે તો હેકટરે ૧૫૦૦ થી ૨૦૦૦ કિ.ગ્રા. ઉત્પાદન મેળવી શકાય છે.