અમરેલીમાં એક યુવકને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે દેવેન્દ્રભાઈ ભુપતભાઈ ભારદીયા (ઉ.વ.૩૨)એ નાના માચીયાળા ગામે રહેતા તખુભાઈ ભીખુભાઈ વાળા, જયરાજભાઈ જેઠુરભાઈ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તખુભાઈ વાળા સમ્યક હોસ્પિટલમાં સિક્યુરિટીનું કામ સંભાળતા હતા પરંતુ સુપરવિઝન અને મેન્ટેનન્સ બરાબર ન થતાં કામ છોડી દેતા તેણે સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ અન્યને આપ્યો હતો. જેનું મનદુઃખ રાખી આરોપીએ હોસ્પિટલ ખાતે આવી ગાળો બોલી, છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.કે.જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.