અમરેલીની મહિલા આટ્ર્સ કાલેજની NSSની વિદ્યાર્થીનીઓએ આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે મહત્વપૂર્ણ તાલીમ મેળવી છે. અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત મોંઘીબા મહિલા આટ્ર્સ કાલેજની ૧૧ NSS સ્વયંસેવકોએ ૧૫ થી ૨૧ જુલાઈ ૨૦૨૬ દરમિયાન અમરેલી પોલીસ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ સાત દિવસીય ‘યુવા આપદા મિત્ર’ કેમ્પમાં ભાગ લીધો હતો.
સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ તાલીમનો મુખ્ય હેતુ આપત્તિ સમયે રાહત અને બચાવ કામગીરી માટે સ્વયંસેવકો તૈયાર કરવાનો હતો. તાલીમ દરમિયાન બહેનોને પ્રથમ સારવાર, CPR, આગ, પૂર અને ભૂકંપ જેવી આપત્તિઓમાં બચાવ તેમજ મોક ડ્રિલની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડા. વિલાસબેન સોરઠિયા અને પ્રોગ્રામ આૅફિસર ડા. નિરૂપા ટાંકના માર્ગદર્શન હેઠળ આ સિદ્ધિ મેળવાઈ હતી.








































