જ્યારે ભારતીય ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્ય અંગે ચર્ચા ચાલુ છે, ત્યારે ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહની ચિંતા હાલમાં યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ અંગે છે. યુવરાજ માને છે કે જયસ્વાલને પૂરતી તકો મળી રહી નથી, ભલે તેણે તેની છેલ્લી ત્રણ વનડે ઇનિંગ્સમાં બે સદી ફટકારી હોય.યુવરાજ સિંહે જિયોસ્ટાર પર વાત કરતા કહ્યું કે ટીમ મેનેજમેન્ટે રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્ય વિશે સ્પષ્ટ ચર્ચા કરવી જાઈએ. તેમણે કહ્યું કે જા બંને ખેલાડીઓને આવતા વર્ષે દક્ષિણ આફ્રિકા, નામિબિયા અને ઝિમ્બાબ્વેમાં યોજાનાર વનડે વર્લ્ડ કપની યોજનાઓમાં સામેલ કરવામાં આવે તો ટીમે તેમને સંપૂર્ણ ટેકો આપવો જાઈએ. યુવરાજે કહ્યું, “વિરાટ અને રોહિત કરતાં વધુ, મારી ચિંતા યશસ્વી જયસ્વાલ વિશે છે. જા વર્લ્ડ કપ આવે અને તેને પૂરતી મેચ નહીં મળે, તો તે અચાનક દબાણમાં આવી જશે.”રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં ૧૧૦ બોલમાં ૧૩૮ રનની શાનદાર ઇનિંગ્સ રમીને પોતાની નિવૃત્તિ અંગેની અટકળોને શાંત કરી દીધી. વિરાટ કોહલીએ ત્રણ મેચની વનડે શ્રેણીમાં સતત બે અડધી સદી ફટકારીને પણ પોતાનું ફોર્મ બતાવ્યું. જાકે, ભારત ૧-૨થી શ્રેણી હારી ગયું. યુવરાજે કહ્યું કે કોચ, કેપ્ટન અને પસંદગીકારો તરફથી સ્પષ્ટતા હોવી જાઈએ.તેમણે કહ્યું, “રોહિત અને વિરાટ આજે જે પરિÂસ્થતિમાં છે તેમાંથી હું પસાર થઈ ચૂક્્યો છું. તેથી, તેઓએ રમવું જાઈએ કે નહીં તે નક્કી કરવાનું અમારું કામ નથી. તે ટીમ મેનેજમેન્ટ, કોચ અને પસંદગીકારોનો નિર્ણય છે.”યુવરાજે કહ્યું કે જા રોહિત શર્મા અને વિરાટ કોહલી વર્લ્ડ કપ યોજનાઓનો ભાગ છે, તો તેમને હમણાં જ આત્મવિશ્વાસ આપવો જાઈએ. તેમણે કહ્યું, “જા તમે ઇચ્છો છો કે તેઓ વર્લ્ડ કપ રમે, તો તમારે તેમના ખભા પર હાથ રાખીને કહેવું જાઈએ કે, ‘અમે ઇચ્છીએ છીએ કે તમે વર્લ્ડ કપ રમો. અમે તમને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. તમારે તમારી કુદરતી રમત રમવી જાઈએ.'”યુવરાજ સિંહે યશસ્વી જયસ્વાલને ટીમમાંથી બાકાત રાખવા અંગે ચિંતા વ્યક્ત કરી. ગયા મહિને ચેન્નાઈમાં અફઘાનિસ્તાન સામે અણનમ સદી ફટકારવા છતાં, જયસ્વાલને ઇંગ્લેન્ડની વનડે શ્રેણી માટે તક આપવામાં આવી ન હતી. યુવરાજે કહ્યું કે જા તે તમારી યોજનાઓમાં હોય તો તેને વર્લ્ડ કપ પહેલા વધુ રમત સમયની જરૂર છે. જા કોઈ ખેલાડી ઘાયલ થાય તો તમે શું કરશો? ૨૦૧૯ વર્લ્ડ કપનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ઇજાઓને કારણે, વધુ અનુભવ વિનાના બે યુવા ખેલાડીઓને તક આપવામાં આવી હતી અને ટીમે ફરીથી તે ભૂલ ન કરવી જાઈએ.
યુવરાજ સિંહે કહ્યું કે ભારતીય ટીમ હાલમાં સંક્રમણના તબક્કામાં છે. ભારતે ઇંગ્લેન્ડ પ્રવાસ પર વનડે શ્રેણી ૧-૨થી હારી હતી, જ્યારે તે પહેલાં ટીમ આયર્લેન્ડ સામે ટી ૨૦ શ્રેણી ૦-૨થી અને ઇંગ્લેન્ડ સામે ટી ૨૦ શ્રેણી ૦-૪થી હારી ગઈ હતી. તેમણે કહ્યું કે આપણે આ સમજવું પડશે અને ટીકા સ્વીકારવી પડશે. ઉપરાંત, લોકોએ એ ન ભૂલવું જાઈએ કે આ ભારતીય ટીમે છેલ્લા કેટલાક વર્ષોમાં ત્રણ મોટા ખિતાબ જીત્યા છે. યુવરાજે કહ્યું કે ટીમમાં નવા ખેલાડીઓ આવી રહ્યા છે અને આવા સમય બનતા રહે છે. હવે ફરીથી વિચારવાનો અને પાછા ઉછળવાનો સમય છે. ભારતનો આગામી વનડે સપ્ટેમ્બરમાં વેસ્ટઈન્ડિજ સામે ઘરઆંગણે ત્રણ મેચની શ્રેણીમાં રમાશે.