અમદાવાદના તોલમાપ વિભાગ દ્વારા ૧ વર્ષમાં ૭૭૨ વેપારીઓ સામે કેસ અને દંડ પેટે કરોડોની ફી વસૂલવામાં આવી છે. અમદાવાદમાં કાનૂનીમાપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા વિભાગે જૂન-૨૦૨૫થી ૨૦૨૬ દરમિયાન અમલીકરણ અને ચકાસણીની કામગીરી દરમિયાન કુલ રૂ. ૫,૦૫,૨૨,૫૫૪ની ચકાસણી મુદ્રાંકન ફી વસૂલ કરી છે.આ માહિતી કાનૂનીમાપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી, અમદાવાદ મદદનીશ નિયંત્રક એચ. એ. ઠક્કર દ્વારા આપી જાહેર કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન તોલમાપ વિભાગે કુલ ૭૭૨ કેસ નોંધ્યા હતા. જેમાં વજનમાપના ૬૫૨ કેસ અને પીસીઆરના ૧૨૦ કેસ નોંધાયા છે.કેસોની કાર્યવાહી અંતર્ગત વજનમાપ સંબંધિત કેસોમાં રૂ. ૧૦,૯૭,૪૦૦ અને પીસીઆર સંબંધિત કેસોમાં રૂ.૧૦,૮૨,૦૦૦ મળી કુલ રૂ.૨૧,૭૯,૪૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. વિભાગ દ્વારા કરવામાં આવતી ચકાસણીની કામગીરી વેપારમાં પારદર્શિતા, માપદંડોની ચોકસાઈ અને ગ્રાહકોના અધિકારોના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.