સાવરકુંડલાની વી.ડી. ઘેલાણી મહિલા આટ્ર્સ કોલેજમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત કાલિદાસ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થિનીઓએ સંસ્કૃત ગીતોની રજૂઆત કરી તેમજ મહાકવિ કાલિદાસના જીવન, સાહિત્ય અને કાવ્યસર્જન અંગે માહિતીસભર રજૂઆતો કરી હતી. કાર્યક્રમ અંતર્ગત રંગોળી, પોસ્ટર, સુભાષિત, ચિત્ર સ્પર્ધા, પ્રોજેક્ટ ફાઇલ અને પદાર્થ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ઉપપ્રમુખ કનુભાઈ ગેડીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી, જ્યારે કાર્યકારી આચાર્ય ડી. એલ. ચાવડાએ પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડા. પ્રતિમા શુક્લએ કર્યું હતું અને આભારવિધિ સંસ્કૃતના અધ્યાપક કે. બી. પટેલે વ્યક્ત કરી હતી.









































