(૧)મરિના બીચઃ વિશ્વના સૌથી લાંબા શહેરી દરિયાકિનારા પૈકીનો એક બીચ, જ્યાં સાંજની ઠંડી હવાની મજા માણી શકાય છે. મરીના બીચ એ બંગાળની ખાડીને કિનારે ૧૩ કિમી લાંબો શહેરી બીચ છે. જે ઉત્તરમાં ફોર્ટ સેન્ટ જ્યોર્જથી દક્ષિણમાં ફોરશોર એસ્ટેટ સુધી ફેલાયેલો છે. જે ભારતના સૌથી લાંબા બીચ અને વિશ્વના સૌથી લાંબા બીચ પૈકીનો એક છે. સપ્તાહમાં લગભગ ૫૦,૦૦૦ મુલાકાતીઓને આકર્ષે છે. મરીનાના આકર્ષણમાં ચેન્નાઈ લાઇટહાઉસ , એમજીઆર મેમોરિયલ , અન્ના મેમોરિયલ અને જયલલિતા મેમોરિયલનો સમાવેશ થાય છે. મરીનાના ૬ કિમી લાંબા પ્રોમેનેડમાં મહાત્મા ગાંધી, એની બેસન્ટ, રોબર્ટ કેલ્ડવેલ, તિરુવલ્લુવર, ભારતીયાર અને કામરાજર જેવાં ઐતિહાસિક વ્યક્તિની પ્રતિમાઓ છે. ૧૮૯૭માં ચેન્નાઈ (તે સમયનું મદ્રાસ)ની મુલાકાત દરમિયાન સ્વામી વિવેકાનંદ નવ દિવસ જ્યાં રોકાયા હતા તે સ્થળ તરીકે વિવેકાનંદ ઇલમ કે વિવેકાનંદના ઘરને યાદ કરે છે. વિવેકાનંદ હાઉસમાં ભારતીય સંસ્કૃતિ પર કાયમી પ્રદર્શન છે. મરીના બીચ પર વ્યસ્ત કામરાજાર સલાઈ પર સ્થિત આવેલું છે.
(૨) એલિયટ બીચઃ જે બેસન્ટ નગર બીચ તરીકે પણ ઓળખાય છે, તે મરીના બીચ જ્યાંથી સમાપ્ત થાય છે ત્યાંથી શરૂ થાય છે. આ બીચ તેના શાંત વાતાવરણ માટે પ્રખ્યાત છે અને ર્મોનિંગ વોક કરનારામાં તે વધુ સારું છે. ડચ નાવિકના નામ પરથી પ્રતિષ્ઠિત કાર્લ શ્મિટ સ્મારક, જેણે બીજાંને ડૂબતાં બચાવવાની પ્રક્રિયામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો, તે એલિયટના બીચના હૃદયમાં આવેલું છે.
(૩) કપાલિશ્વર મંદિરઃ માયલાપોરમાં આવેલું આ ભવ્ય શિવ મંદિર દ્રવિડ સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે.માયલાપોરમાં આવેલું કપાલીશ્વર મંદિર, જે ૭મી સદીમાં પલ્લવો દ્વારા બનાવવામાં આવ્યું હોવાનો અંદાજ છે. તેના પર ૧૨મી સદીના શિલાલેખો છે, તે શહેરની મુલાકાત લેતા પ્રવાસીઓ દ્વારા સૌથી વધુ મુલાકાત લેવાયેલા પૂજા સ્થળોમાંનું એક છે.
(૪) દક્ષિણચિત્રઃ એક જીવંત મ્યુઝિયમ, જે દક્ષિણ ભારતીય સંસ્કૃતિ, હસ્તકલા અને પરંપરાગત ઘરો પ્રદર્શિત કરે છે.
(૫) ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાનઃ શહેરની વચ્ચે આવેલું પ્રાણી સંગ્રહાલય અને નેશનલ પાર્ક, જે પ્રકૃતિ પ્રેમીઓ માટે ઉત્તમ છે.
(૬) ફોર્ટ સેન્ટ જ્યોર્જ ઃ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા બનાવવામાં આવેલો ભારતનો પ્રથમ અંગ્રેજી કિલ્લો, જેમાં એક મ્યુઝિયમ પણ છે.
(૭) અષ્ટલક્ષ્મી મંદિરઃ બીચની નજીક આવેલું આ મંદિર માતા લક્ષ્મીના આઠ સ્વરૂપોને સમર્પિત છે. આ મંદિર દર્શનીય છે.
(૮) સરકારી સંગ્રહાલઃ છ ઇમારત અને ૪૬ ગેલેરી ધરાવતું આ સંગ્રહાલય લગભગ ૧૬.૨૫ એકર (૬૬,૦૦૦ ચો મી)જમીન વિસ્તારને આવરે છે. સંગ્રહાલયમાં પ્રદર્શિત વસ્તુઓમાં પુરાત¥વ, સિક્કાશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, કુદરતી ઇતિહાસ, શિલ્પો, તાડના પાનની હસ્તપ્રતો અને અમરાવતી ચિત્રો જેવાં વિવિધ ક્ષેત્રને આવરી લેતી વિવિધ કલાકૃતિ અને વસ્તુનો સમાવેશ થાય છે. એગમોરમાં સરકારી સંગ્રહાલય સંકુલમાં કોનેમારા પબ્લિક લાઇબ્રેરી અને નેશનલ આર્ટ ગેલેરી પણ છે. કોનેમારા પબ્લિક લાઇબ્રેરી એ ચાર નેશનલ ડિપોઝિટરી લાઇબ્રેરીઓમાંની એક છે. નેશનલ આર્ટ ગેલેરી ઇમારત દેશના શ્રેષ્ઠ ઇન્ડો-સાર્સેનિક પ્રકારના સ્થાપત્યોમાંની એક છે.
(૯) ચેન્નાઈ રેલ મ્યુઝિયમઃ ચેન્નઈ રેલ મ્યુઝિયમ પેરામ્બુરમાં આવેલું એક રેલ મ્યુઝિયમ છે જે ભારતનો સમૃધ્ધ રેલ વારસો ધરાવે છે, જેમાં બ્રિટિશ રાજના વિવિધ દાયકાથી જોડાયેલા સ્ટીમ એન્જિનના વિશાળ સંગ્રહ સાથે ટેકનિકલ અને હેરિટેજ પ્રદર્શન છે . વિલ્લીવક્કમ નજીક ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીના પરિસરમાં આવેલું છે. મોટાભાગના જૂના મોડેલો નોર્થ બ્રિટિશ લોકોમોટિવ કંપની દ્વારા બનાવ્યા હતા. મ્યુઝિયમ મંગળવારથી રવિવાર સુધી સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધી (છેલ્લી એન્ટ્રી સાંજે ૫.૩૦ વાગ્યા સુધી) ખુલ્લું રહે છે. દર સોમવાર અને રાષ્ટ્રીય રજાઓ પર બંધ રહે છે. ઇન્ડોર આર્ટ ગેલેરી હવે સંપૂર્ણપણે નવીનીકરણ કરવામાં આવી છે અને જાહેર જનતા માટે ખુલ્લી છે.
(૧૦) બિરલા પ્લેનેટેરિયમઃ એક આધુનિક પ્લેનેટેરિયમ જે રાત્રિના આકાશનો વર્ચ્યુઅલ પ્રવાસ પૂરો પાડે છે અને ખાસ છિદ્રિત ગોળાર્ધ એલ્યુમિનિયમ આંતરિક ગુંબજ પર કોસ્મિક શોનું આયોજન કરે છે. તે કોટ્ટુરપુરમ ખાતે પેરિયાર સાયન્સ એન્ડ ટેકનોલોજી સેન્ટર કેમ્પસમાં આવેલું છે, જેમાં ૫૦૦થી વધુ પ્રદર્શન દર્શાવતી ૮ ગેલેરી છે.પ્લેનેટેરિયમ દરરોજ અંગ્રેજી-તમિલમાં અલગ અલગ સમયે સૂર્યમંડળ, ગ્રહણ , પૃથ્વી , ચંદ્ર પર માણસ , ધૂમકેતુ , ઉલ્કાપિંડો , તારાનું ચક્ર અને ઊંડા આકાશના શોનું આયોજન કરે છે . પ્લેનેટેરિયમનું ૩૬૦-ડિગ્રી સ્કાય થિયેટર ભારતમાં આ પ્રથમ છે. પ્લેનેટેરિયમ મહિનાના દર બીજા શનિવારે સાંજે ૭ થી ૯ વાગ્યા સુધી રાત્રિના આકાશને જોવા શોનું આયોજન કરે છે.
(૧૧) ફોર્ટ સેન્ટ જ્યોર્જ કિલ્લોઃ જે ભારતના પ્રથમ બ્રિટીશ કિલ્લાનું નામ છે , જેની સ્થાપના ૧૬૩૯માં મદ્રાસમાં કરી હતી. આ કિલ્લો ૬ મીટર ઉંચી (૨૦ ફૂટ) દીવાલો ધરાવતો ગઢ છે જે ૧૮મી સદીમાં થયેલા અનેક હુમલાનો સામનો કરી શક્યો હતો. હાલ કિલ્લામાં તમિલનાડુ વિધાનસભા અને અન્ય સત્તાવાર ઇમારત છે. કિલ્લાની અંદર હાજર અન્ય સ્મારકોમાં સેન્ટ મેરી ચર્ચ , ભારતનું સૌથી જૂનું એંગ્લિકન ચર્ચ અને વેલેસ્લી હાઉસનો સમાવેશ થાય છે, જેમાં કિલ્લાના રાજ્યપાલ અને શાસનના અન્ય ઉચ્ચ અધિકારીના ચિત્રો છે.
(૧૨) અરિગ્નાર અન્ના ઝૂઓલોજિકલ પાર્કઃ જે વાન્ડાલુર ઝૂ તરીકે વધુ જાણીતું છે શહેરના દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે. ૧૪૯૦ એકર વિસ્તારમાં ફેલાયેલું, તે ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે. તેમાં સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ, સરિસૃપ, ઉભયજીવી અને માછલી સહિત ૧૭૦ વિવિધ પ્રજાતિના ૨૨૦૦ પ્રાણી છે. પ્રાણી સંગ્રહાલયમાં સિંહ સફારી, હાથી સફારી, નિશાચર પ્રાણીઓનું ઘર, વોક-થ્રુ એવિયરી, બટરફ્‌લાય હાઉસ, સરિસૃપ ઘર અને મગર માટેનું ઘર પણ છે. પાર્કમાં કેમ્પસમાં લાંબા ટ્રેક માટે વૃક્ષોથી બનેલા રસ્તા છે, જેથી મુલાકાતીઓ ૧૫ થી ૨૦ કિલોમીટર (૯.૩ થી ૧૨.૪ માઇલ) ચાલી શકે છે.
(૧૩) ક્રોકોડાઇલ બેંક મ્યુઝિયમઃ શહેરની દક્ષિણમાં, ઇસ્ટ કોસ્ટ રોડ પર સ્થિત મદ્રાસ ક્રોકોડાઇલ બેંક ટ્રસ્ટ , હર્પેટોલોજિકલ સંશોધનનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. જ્યાં મીઠા અને ખારા પાણીના મગર, ઘડિયાલ, કાચબા અને સાપ રહે છે . ૧૯૭૬માં રોમ્યુલસ વ્હીટેકર સ્થાપિત, ક્રોકબેંકમાં કુલ ૨,૪૮૩ પ્રાણીઓ છે,જેમાં મગરની ૧૪, કાચબાની ૧૦, સાપની ૩ અને ગરોળીની ૧ પ્રજાતિનો સમાવેશ થાય છે. આ બેંક વિશ્વભરની ૨૩ મગર પ્રજાતિમાંથી ૧૪ પ્રજાતિનું ઘર છે.
(૧૪) ટ્રિપ્લિકેનમાં પાર્થસારથી મંદિરઃ ૮મી સદીનું હિન્દુ વૈષ્ણવ મંદિર જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે. આ મંદિર ચેન્નાઈની સૌથી જૂની રચનાઓમાંની એક છે.
sanjogpurti@gmail.com