વિશ્વભરમાં સેવાની સુવાસ ફેલાવતી સંસ્થા ઇન્ટરનેશનલ લાયન્સ, ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨ત્ન અંતર્ગત કાર્યરત ‘લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા’ ના વર્ષ ૨૦૨૬-૨૭ ના નવા હોદ્દેદારો અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. છેલ્લાં પાંચ વર્ષથી સાવરકુંડલા તાલુકામાં અનેરી સેવાકીય પ્રવૃત્તિઓથી આ સંસ્થાએ લોકોના દિલ જીત્યા છે. નવી ટર્મ માટે પ્રમુખ તરીકે લાયન હિતેશ નિમ્બાર્ક, ઉપપ્રમુખ તરીકે લાયન વિમલ વ્યાસ, મંત્રી તરીકે લાયન હિરેન માળવી અને ખજાનચી તરીકે લાયન દેવાંગ શેલાણીની પસંદગી થઈ છે.આ સાથે જ વર્ષ ૨૦૨૬-૨૭ ની કારોબારી સમિતિમાં લાયન કરસન ડોબરીયા, લાયન દેવચંદ કાપોપરા, લાયન પ્રતીક નાકરાણી, લાયન હિરેન વેકરીયા, લાયન દિપક બોઘરા, લાયન કમલ શેલાર, લાયન દિનેશ કારિયા, લાયન હાર્દિક પરમાર, લાયન અમિત પંડ્યા, લાયન વિજય ઉપાધ્યાય અને લાયન જતીન બનજારાની સભ્યો તરીકે વરણી કરાઈ છે.ઉલ્લેખનીય છે કે લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા દ્વારા ટીબીના દર્દીઓને પૌષ્ટિક કીટ, એક્યુપ્રેશર-આંખ-રક્તદાન કેમ્પ, માનવ મંદિર ખાતે મનોરોગી બહેનોનું મફત નિદાન, વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિતરણ, ધોરણ ૧૦-૧૨ ના વિદ્યાર્થીઓ માટે સેમિનાર, દિવાળીમાં રાહત દરે ફટાકડા સ્ટોલ અને વેલકમ નવરાત્રી જેવાં અસંખ્ય જનઉપયોગી કાર્યો કરવામાં આવે છે. નવી ચૂંટાયેલી ટીમે આગામી વર્ષમાં પણ આ સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.








































