ગારીયાધારના સાતપડા ગામે રહેતા જયરાજસિંહ રણજીતસિંહ સરવૈયા (ઉ.વ.૩૦)એ રાજુલાના વડલી ગામના નરેશભાઇ ધાખડા અને ખોડુ ધાખડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ પોતાની ટ્રાવેલ્સ બસમાં મુસાફરોને બેસાડી નેસડી ગામેથી સુરત જવા નીકળ્યા હતા. રાજુલા પહોંચતા બંને આરોપીઓ સામેથી ટ્રેક્ટરો લઈને આવતા હતા. રસ્તો સાંકડો હોવાથી તેમણે બસ રિવર્સ લીધી હતી. આ સમયે આરોપી પોતાનું ટ્રેક્ટર સાઇડમાંથી કાઢવા જતો હોવાથી ફરિયાદીએ તેને કહ્યું કે, ટ્રેક્ટર બસને અડી જશે. જેથી આરોપીએ “ટ્રેક્ટર તો અહીંથી જ નીકળશે” તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી પોતાનું ટ્રેક્ટર બસના આગળના ભાગે ચારથી પાંચ વખત ભટકાવ્યું હતું તથા સાઇડમાંથી પણ ભટકાવી બસમાં આશરે રૂ. ૪૦,૦૦૦નું નુકસાન કર્યું હતું. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એમ.વાળા વધુ તપાસ કરી રહ્યા છે.