ડેડાણ ખાંભા-નાગેશ્રી રોડ પરથી દેશી બનાવટના અગ્નિશસ્ત્ર સાથે પરપ્રાંતનો એક યુવક ઝડપાયો હતો. મૂળ મધ્યપ્રદેશના ઉચેહરા તાલુકાના રહેવાસી મહમદ ઈરફાન શેખ (ઉ.વ.૩૩) પાસેથી પરવાના/લાઇસન્સ વગરની દેશી બનાવટની મેગઝીનવાળી પિસ્તોલ (અગ્નિશસ્ત્ર) કિંમત રૂ. ૨૫,૦૦૦ તથા બે કારતૂસ કિંમત રૂ. ૪૦૦ અને એક સિલ્વર કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિંમત રૂ. ૧૦,૦૦૦ મળી કુલ રૂ. ૩૫,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેણે આ હથિયાર ગુડગાંવના એક ઇસમ પાસેથી ખરીદ્યું હોવાની કબૂલાત કરી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના પીઆઈ
કે. વી. ચુડાસમા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.








































