લાઠીના રામપર ગામેથી એક યુવતી સીવેલા કપડાં આપવા જાઉં છું તેમ કહીને નીકળ્યા બાદ પરત ફરી નહોતી. અલ્પેશભાઇ અરજણભાઇ મકવાણા (ઉ.વ.૨૭)એ પોલીસમાં જાહેર કર્યા મુજબ, સંગીતાબેન અરજણભાઇ મકવાણા (ઉ.વ.૨૪) પોતાના ઘરેથી ગામમાં સીવેલા કપડાં આપવા જવાનું કહીને નીકળ્યા હતા. જે બાદ તેઓ કોઈને પણ કશું કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા હતા અને પરત આવ્યા નહોતા. આ અંગે લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.એન. ગરૈયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.