લીલીયાના ડો. જયંતીભાઈ કુંભાણીએ પોતાના ૬૦મા જન્મદિવસની ઉજવણી વાણિજ્ય કોલેજ ખાતે ૬૦ વૃક્ષોનું વાવેતર કરીને કરી હતી. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા સાથે હરિયાળી વધારવાનો સંદેશ આપ્યો હતો. તેમના આ સેવાભાવી કાર્યને સ્થાનિક લોકો, મિત્રવર્તુળ અને શુભેચ્છકોએ હર્ષભેર બિરદાવ્યું હતું. જન્મદિવસને સમાજ ઉપયોગી કાર્ય સાથે જોડવાની તેમની પહેલને સૌએ પ્રશંસનીય ગણાવી હતી.








































