આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ, કિસાન પરિષદ અને મહિલા પરિષદ સહિતના વિવિધ આયામોની સૌરાષ્ટ્ર પ્રાંતની અગત્યની બેઠક ડા. પ્રવિણભાઇ તોગડીયાના અધ્યક્ષ સ્થાને ૧૧ અને ૧૨ જુલાઈના રોજ સાયલા ખાતે લાલાજી મહારાજની જગ્યા પર મળશે. આ બેઠકમાં રાષ્ટ્રીય મંત્રી રણછોડભાઈ ભરવાડ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ પણ ઉપસ્થિત રહેશે, જેમાં આસામના ગોવાહાટી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશનની વિસ્તૃત માહિતી અપાશે. આ તકે અધિવેશનમાં ઘોષિત થયેલા પ્રદેશ અને સૌરાષ્ટ્ર પ્રાંતના વિવિધ પદાધિકારીઓ જેવા કે ડા. ગજેરા, નિર્મળભાઈ ખુમાણ, બકુલભાઈ ખાખી, શશીકાંતભાઈ પટેલ, વસંતભાઈ પટેલ અને ચંદ્રિકાબેન મહેતાનો સન્માન સમારોહ યોજાશે. આ ઉપરાંત, આગામી દિવસોમાં અખંડ ભારત જન સંપર્ક અભિયાન શરૂ કરવા તેમજ જન્માષ્ટમી પર્વ, ગણેશ ઉત્સવ, કન્યા પૂજન, ત્રિશૂળ દીક્ષા અને હનુમાન ચાલીસા કેન્દ્ર જેવા વિવિધ ધાર્મિક અને સામાજિક આયોજનોની ઉજવણી અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવશે.