અમરેલી જિલ્લામાંથી એક પરિણીતા સહિત કુલ ચાર લોકો ગુમ થયાના અહેવાલ છે. બગસરાના જેઠીયાવદર ગામે રહેતા ભરતભાઈ શંભુભાઈ કણસાગરા (ઉ.વ. ૪૩)એ જાહેર કર્યા મુજબ, તેમનો દીકરો કરણ (ઉ.વ. ૧૯) તા. ૦૩/૦૭/૨૦૨૬ના રોજ સાંજના ચારેક વાગ્યે કોઈને કહ્યા વગર જતો રહ્યો હતો અને પરત ફર્યો નથી.ધારીના કેરાળા ગામે મફત પ્લોટ વિસ્તારમાં રહેતા મનિષાબેન ચંદુભાઈ સોલંકી (ઉ.વ. ૩૭)એ જાહેર કર્યા મુજબ, તા. ૦૩/૦૭/૨૦૨૬ના રાત્રિના ૦૮ વાગ્યાના સમયે ઘરના બધા સભ્યો હાજર હતા. તે દરમિયાન તેમના પતિ ચંદુભાઈ દલસુખભાઈ સોલંકી (ઉ.વ. ૩૮)ના કપડાંમાંથી બીજો ફોન મળી આવ્યો હતો. આ બાબતે પૂછતાં તેઓ પોતાની મેળે કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા હતા અને ગુમ થયા હતા.લાઠીના ધામેલ ગામે રહેતા ચંદુભાઈ બચુભાઈ રાજકોટીયા (ઉ.વ.૩૨)એ જાહેર કર્યા પ્રમાણે, તેમના પત્ની સોનલબેન ચંદુભાઈ રાજકોટીયા (ઉ.વ.૩૦) તા. ૦૨/૦૭/૨૦૨૬ના રોજ સાંજના આશરે છએક વાગ્યાના સમયગાળા દરમિયાન પોતાના ઘરેથી કોઈને પણ જાણ કર્યા વગર પોતાની મેળે ક્યાંક જતી રહી હતી.બાબરાના ઈસાપર ગામે રહેતા વલકુભાઈ રવજીભાઈ વાઘેલા (ઉ.વ. ૪૬)એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરી યશ્વીબેન (ઉ.વ.૨૧)
તા. ૦૯/૦૭/૨૦૨૬ના રોજ બપોર પછી ચારથી સાડા છ વાગ્યાના અરસામાં ઈસાપર ગામે પોતાના રહેણાંક મકાનેથી કોઈને કંઈ કહ્યા વગર ક્યાંક જતી રહી હતી.






































