આગા ખાન સંસ્થાઓ અને સ્કાઉટ એન્ડ ગાઇડ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આગામી ૧૯ જુલાઈ, ૨૦૨૬ના રોજ સૌરાષ્ટ્રના ૧૫ કેન્દ્રો પર ‘મહા રક્તદાન અભિયાન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત બાબરા, અમરેલી, જુનાગઢ અને દીવ સહિતના વિસ્તારોમાં સવારે ૮ઃ૦૦ થી બપોરે ૨ઃ૦૦ વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશે. બાબરામાં ખોજા જમાતખાને આ કેમ્પનું વિશેષ આયોજન કરાયું છે. આયોજકો દ્વારા સમાજના તમામ તંદુરસ્ત નાગરિકોને માનવતાના આ ઉત્કૃષ્ટ કાર્યમાં જોડાઈને વધુમાં વધુ રક્તદાન કરવા અનુરોધ કરાયો છે, જેથી જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન આપી શકાય.







































