શરૂઆતમાં સરળ આસનોથી શરૂઆત કરવી.
કોઈ ગંભીર બીમારી, સર્જરી અથવા ગર્ભાવસ્થા હોય તો નિષ્ણાતની સલાહથી યોગ કરવો.
આસનોને બળજબરીથી ન કરવાં અને શરીરની ક્ષમતા મુજબ અભ્યાસ કરવો.
• વિદ્યાર્થીઓ માટે યોગનું મહત્વ
• અભ્યાસમાં ધ્યાન અને એકાગ્રતા વધે છે.
• યાદશક્તિ અને સર્જનાત્મકતા વિકસે છે.
• પરીક્ષાના તણાવમાં ઘટાડો થાય છે.
• શારીરિક અને માનસિક વિકાસમાં મદદરૂપ બને છે.
• શિસ્ત, ધીરજ અને આત્મવિશ્વાસનો વિકાસ થાય છે.
યોગ એ સ્વસ્થ શરીર, શાંત મન અને સંતુલિત જીવન માટેની સર્વાંગી પધ્ધતિ છે. નિયમિત યોગાભ્યાસ વ્યક્તિને શારીરિક તંદુરસ્તી, માનસિક સ્થિરતા અને આધ્યાત્મિક વિકાસ તરફ દોરી જાય છે. આજના વ્યસ્ત અને તણાવભર્યા જીવનમાં યોગ અપનાવવાથી જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે.
યોગના મુખ્ય લાભોઃ
• શરીરની લવચીકતા અને શક્તિમાં વધારો
• શ્વસનતંત્ર અને રક્ત પરિભ્રમણમાં સુધારો
• તણાવ, ચિંતા અને માનસિક દબાણમાં ઘટાડો
• એકાગ્રતા અને યાદશક્તિમાં વધારો
• રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં મદદ
૪. શારીરિક સ્વાસ્થ્ય, પોષણ અને યોગનો પરસ્પર સંબંધ શારીરિક સ્વાસ્થ્ય પોષણ યોગ શરીરને તંદુરસ્ત રાખે જરૂરી પોષક ત¥વો પૂરા પાડે
• શરીર અને મનનું સંતુલન જાળવે કાર્યક્ષમતા વધારે
• ઊર્જા અને વિકાસમાં મદદ કરે
• લવચીકતા અને માનસિક શાંતિ આપે રોગોથી બચાવે
• રોગપ્રતિકારક શક્તિ વધારે તણાવ ઘટાડીને આરોગ્ય સુધારે
૫. સમન્વય કેવી રીતે જાળવવો?
• રોજ સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવો.
• દરરોજ ઓછામાં ઓછા ૩૦–૪૫ મિનિટ યોગ અથવા હળવી કસરત કરવી.
• પૂરતી ઊંઘ (૭–૮ કલાક) લેવી.
• પૂરતું પાણી પીવું.
• તાજાં ફળો, શાકભાજી, દાળ, દૂધ અને અનાજનો નિયમિત સમાવેશ કરવો.
• ધૂમ્રપાન, તમાકુ અને આલ્કોહોલ જેવી હાનિકારક આદતોથી દૂર રહેવું.
• નિયમિત ધ્યાન (મેડિટેશન) અને પ્રાણાયામ દ્વારા માનસિક શાંતિ જાળવવી.
નિષ્કર્ષ શારીરિક સ્વાસ્થ્ય, પોષણ અને યોગનો સમન્વય વ્યક્તિને સંપૂર્ણ સ્વાસ્થ્ય તરફ દોરી જાય છે. સંતુલિત આહાર શરીરને જરૂરી પોષણ આપે છે, યોગ શરીર અને મનને સશક્ત બનાવે છે અને બંને મળીને જીવનશૈલીને વધુ સ્વસ્થ, સક્રિય અને સુખમય બનાવે છે. આજના વ્યસ્ત જીવનમાં આ ત્રણેયનો નિયમિત અમલ લાંબા ગાળે સારું આરોગ્ય અને ઉત્તમ જીવન ગુણવત્તા માટે અત્યંત જરૂરી છે hemangidmehta@gmail.com