દામનગર નગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના જ પોલીસ બળ સાથે શાકભાજીની લારીઓ અને પથણાં હટાવતા વિક્રેતાઓએ અચોક્કસ મુદતની હડતાળ પાડી છે. ગરીબ વિક્રેતાઓની પજવણી સામે રોષ વ્યાપ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર મોટા શોપિંગ મોલ અને ગેરકાયદે સ્થાવર દબાણ કરનારાઓ સામે મૌન સેવી રહ્યું છે. આ મામલે અમરેલી કલેક્ટરને આવેદનપત્ર આપી કાયમી ઉકેલની માંગ કરાઈ છે.