ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં આજે નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.શહેરના મુખ્ય માર્ગો પર પોલીસના ચુસ્ત બંદોબસ્ત તેમજ વીજ વિભાગના સહયોગથી કાર્યવાહી કરવામાં આવી હતી. ઉના ઝાંપા વિસ્તારથી પસાર થતો માર્ગ શહેરને ફોરટ્રેક હાઈવે સાથે જોડે છે. લાંબા સમયથી આ રોડ પર દબાણની સમસ્યા રહેતા નગરપાલિકાએ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી.