અમરેલી જિલ્લાના લાલાવદર સ્થિત જિલ્લા રમત સંકુલ ખાતે રૂ.૨૫.૮૫ કરોડના ખર્ચે આધુનિક સ્પોટ્‌ર્સ હોસ્ટેલના નિર્માણ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અમરેલીના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના સતત પ્રયાસોના પરિણામે આ પ્રોજેક્ટને મંજૂરી મળી છે. આ પ્રસ્તાવિત સ્પોટ્‌ર્સ હોસ્ટેલમાં ૧૦૦ યુવતીઓ અને ૧૦૦ યુવકો મળી કુલ ૨૦૦ ખેલાડીઓ માટે રહેણાંકની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ થશે. આ સાથે જ કિચન, ડાઇનિંગ એરિયા, રિક્રિએશનલ હોલ, ફાયર સેફ્‌ટી અને આધુનિક ફર્નિચર સુવિધાઓ ધરાવતું S+3 (G+3) બિલ્ડિંગ તૈયાર કરાશે. રાજ્યમંત્રીએ જણાવ્યું કે, આ હોસ્ટેલ સ્થાનિક ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની તૈયારી માટે મજબૂત આધાર આપશે. આ પ્રોજેક્ટ બદલ તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રમતગમત મંત્રીનો આભાર વ્યક્ત કર્યો
હતો.