અમરેલીના જાળીયા ગામથી કેરાળા ગામ જતા રસ્તે તૂફાન ગાડીમાંથી અંગ્રેજી દારૂની ૪૩૪ બોટલ ઝડપાઈ હતી. મધ્યપ્રદેશના જોબટ તાલુકાનો રહેવાસી બાકેશભાઈ માંગુભાઈ બામનિયા (ઉ.વ.૨૭) પોતાના હવાલાની તૂફાન ગાડી લઈને નીકળતાં પોલીસે તેને અટકાવી તલાશી લીધી હતી, જે દરમિયાન અંગ્રેજી દારૂની ૪૩૪ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂની બોટલો, મોબાઈલ અને તૂફાન ગાડી મળીને કુલ રૂ. ૨,૨૯,૨૧૪નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.બીજા એક દરોડામાં અમરેલીના ટીંબા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ હતી. અહીંથી પોલીસે ૩ લીટર દેશી દારૂ, ૫૦ લીટર આથો (વોશ) અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. ૫,૭૩૦નો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, અમરેલી અને ખાંભામાંથી બે-બે તથા નાના આંકડિયા ગામેથી એક મળી કુલ પાંચ
ઇસમો કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપાયા હતા. તેમજ જિલ્લામાંથી અન્ય ૧૪ લોકો પાસેથી દેશી દારૂ મળી આવ્યો હતો.








































