ચલાલામાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તી રોન નામનો હારજીતનો જુગાર રમતા ૯ ઈસમો રોકડા રૂ. ૭૫,૧૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા, જ્યારે બે ઈસમો પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયા હતા.જુગાર રમતા ઝડપાયેલા અને ફરાર થયેલા ઈસમોમાં વિજયભાઇ ધારુભાઇ વાળા, અજયભાઇ નજુભાઇ વાળા, અનકભાઇ કથુભાઇ માંજરીયા, બાલુભાઇ ખોડાભાઇ ધાખડા, યુવરાજભાઇ પ્રતાપભાઇ માંજરીયા, અશોકભાઇ મુળુભાઇ વાળા, રવિભાઇ દિનેશભાઇ ચૌહાણ, વિજયભાઇ મંગળુભાઇ ધાધલ, ભગીરથભાઇ મનુભાઇ ધાધલ, જયરાજભાઇ અંકુભાઇ માંજરીયા તથા વનરાજભાઇ અંકુભાઇ માંજરીયાનો સમાવેશ થાય છે. આ અંગે ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રવિભાઇ ખોડાભાઇ બગડા વધુ તપાસ કરી રહ્યા છે.





































