ચલાલા સ્થિત ગાયત્રી સંસ્કાર ધામ ખાતે ગુજરાતના જાણીતા ભજનીક નિરંજન પંડ્યાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ગાયત્રી સંસ્કાર ધામ પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં નિરંજન પંડ્યાનું ઢોલ-નગારા અને શરણાઈના સુમધુર નાદ સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ છવાયેલું રહ્યું હતું અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. સન્માન સમારોહમાં ગાયત્રી સંસ્કાર ધામના વડા સંત ડા. રતિદાદા, ભારત સરકાર દ્વારા સન્માનિત મહેશભાઈ મહેતા, શીતલબેન મહેતા સહિત આગેવાનો અને સેવાભાવીઓ હાજર રહ્યા હતા. સંસ્થાની ધાર્મિક અને સમાજોપયોગી પ્રવૃત્તિઓની પણ પ્રશંસા કરવામાં આવી હતી.








































