અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીટીએમમાં નારોલ-નરોડા રોડ પરથી લાખો રૂપિયાના ગાંજા સાથે બે આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. મહારાષ્ટÙથી અમદાવાદમાં સપ્લાય કરવા આવેલા ૯.૮૦૦ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ડ્રગ્સ, રિક્ષા અને મોબાઈલ સહિત કુલ ૫.૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, રામોલનો રહેવાસી મોહમ્મદ સાજીદ પઠાણ રીક્ષા લઈને સીટીએમ ચુનીલાલ પાર્ક સોસાયટી પાસે સર્વિસ રોડ પર ગાંજાની ડિલિવરી લેવા ઉભો છે. મહારાષ્ટ્રથી ઈસરાયલ ખાન નામનો શખ્સ તેને ડ્રગ્સની ડિલિવરી આપવા આવવાનો છે. જે બાદ એક ટ્રેપ ગોઠવી હતી.
બાતમી મુજબની સીએનજી રીક્ષા ઉભેલી જાવા મળી હતી. થોડીવારમાં એક્સપ્રેસ જંકશન તરફથી એક વ્યÂક્ત પોતાના ખભા પર ૨ બેગ લઈને ચાલતો આવ્યો હતો અને રિક્ષા પાસે પહોંચ્યો હતો. રિક્ષાચાલક સાજીદ નીચે ઉતર્યો અને ઇસરાયલ ખાન પાસેથી એક બેગ લીધી હતી. ત્યારબાદ બંને રિક્ષામાં બેસીને કોઈ વાતચીત કરી રહ્યા હતા, તે વખતે જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા.
પોલીસે રીક્ષાની પાછળની સીટમાં બેઠેલા ઇસરાયલ ખાનના બંને બેગની તપાસ કરતા તેમાંથી ૯.૮૦૦ કિલોગ્રામ ગાંજા મળ્યો હતો. આ ઉપરાંત, પોલીસે ૨ મોબાઈલ ફોન, ઓટો રીક્ષા સહિતા કુલ ૫,૬૦,૨૯૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે, ઝડપાયેલો મૂળ મહારાષ્ટÙના અકોલાનો ૩૩ વર્ષીય આરોપી ઇસરાયલખાન આ ગાંજાનો જથ્થો મહારાષ્ટÙના અકોલામાં રહેતા મોહસીન બાબા નામના શખસ પાસેથી લાવ્યો હતો. તે આ જથ્થો અમદાવાદના રામોલમાં રહેતા ૪૨ વર્ષીય મોહમ્મદ સાજીદ કમરૂદ્દીન પઠાણને આપવા આવ્યો હતો. સાજીદે આ ગાંજા છૂટકમાં વેચવા માટે મંગાવ્યો હતો. પોલીસે સ્થળ પરથી જ સાજીદ અને ઇસરાયલખાનની અટકાયત કરી તેઓની ગુનો નોંધી ધરપકડ કરી છે. આ ઉપરાંત, ગાંજા મોકલનાર મુખ્ય સપ્લાયર મોહસીન બાબાને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.








































