અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર શાપૂર ઝદરનનું ૭ જુલાઈના રોજ લાંબી માંદગી બાદ ભારતમાં અવસાન થયું. તેમનું ૩૯મા જન્મદિવસના એક દિવસ પહેલા જ અવસાન થયું. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર તેમના નિધનના સમાચાર શેર કર્યા અને તેના ભૂતપૂર્વ ઝડપી બોલર શાપૂર ઝદરનના નિધન પર શોક વ્યક્ત કર્યો. ઝદરાન હિમોફેગોસાયટીક લિમ્ફોહિÂસ્ટઓસાયટોસિસ થી પીડાતો હતો, જે એક ગંભીર રોગપ્રતિકારક શક્તિ વિકાર છે જે બહુવિધ અવયવોને નુકસાન પહોંચાડી શકે છે. કેટલાક અહેવાલો અનુસાર, તે છેલ્લા કેટલાક મહિનાઓથી દિલ્હી-એનસીઆર વિસ્તારમાં સારવાર લઈ રહ્યો હતો.
ગયા વર્ષે ઓક્ટોબરમાં ઝદરાન પહેલી વાર બીમાર પડ્યો હતો, ત્યારબાદ અફઘાન ડોક્ટરોએ તેને સારવાર માટે ભારત જવાની સલાહ આપી હતી. શરૂઆતમાં, તેણે સારવારનો સારો પ્રતિભાવ આપ્યો અને તેને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી, પરંતુ ૨૦ દિવસ પછી, તેની સ્થિતિ ફરીથી બગડી ગઈ. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર ઝદરાનને શ્રદ્ધાંજલિ આપી, એમ કહીને કે શાપૂર ઝદરાનનું યોગદાન અને સિદ્ધિઓ હંમેશા અફઘાન ક્રિકેટના ઇતિહાસનો મહત્વપૂર્ણ ભાગ રહેશે.
ઝદરાન અફઘાનિસ્તાન માટે ખૂબ જ સારો અને ઝડપી બોલર હતો. તેણે વૈશ્વિક સ્તરે તેની ટીમને આગળ વધારવા માટે ખૂબ જ મહેનત કરી. તેણે અફઘાનિસ્તાન માટે વનડે અને ટી ૨૦ મેચ રમી. લોકોને તેની ઝડપી અને ખતરનાક બોલિંગ ખૂબ ગમતી હતી. તે એવા ખેલાડીઓમાંનો એક હતો જેમણે અફઘાનિસ્તાનને વર્લ્ડ કપ અને ટી ૨૦ વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં પહોંચાડ્યું. તેમના કારણે જ અફઘાન ટીમ આજે વિશ્વની સૌથી મજબૂત ટીમો સાથે સ્પર્ધા કરી શકે છે.
આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં શાપૂર ઝદરાનના પ્રદર્શન વિશે વાત કરીએ તો, તે અફઘાનિસ્તાન માટે ૪૪ વનડે અને ૩૬ ટી ૨૦ આંતરરાષ્ટ્રિય મેચ રમી શક્યો.વનડેમાં, તે ૪૪ મેચોમાં ૪૩ વિકેટ લેવામાં સફળ રહ્યો. તેણે ટી ૨૦માં પણ ૩૭ વિકેટ લીધી. ઝદરાન ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ૧૭ વિકેટ અને લિસ્ટ છ ક્રિકેટમાં ૫૬ વિકેટ લીધી. ઝદરાન છેલ્લે ૧૦ માર્ચ ૨૦૧૯ ના રોજ દેહરાદૂન ખાતે આયર્લેન્ડ સામેની પાંચ મેચની શ્રેણીમાં અફઘાનિસ્તાન માટે રમ્યો હતો.








































