ગુજરાતમાં સામાન્ય પરિવારોના રસોડાના ખર્ચમાં ફરી વધારો થયો છે. ખાદ્ય તેલના ભાવમાં સતત તેજી જાવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન સિંગતેલના ૧૫ કિલોના ડબ્બાના ભાવમાં કુલ ૫૦નો વધારો નોંધાયો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બામાં પણ ૨૦નો વધારો થયો છે. ભાવ વધારાથી ગ્રાહકો અને નાના વેપારીઓ બંને પર આર્થિક ભાર વધ્યો છે.
બજારના વેપારીઓના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી ખાદ્ય તેલના ભાવમાં સતત ચડાવ-ઉતાર જાવા મળી રહ્યો છે. તેમાં ખાસ કરીને સિંગતેલના ભાવમાં ઝડપી વધારો નોંધાયો છે. માત્ર ત્રણ દિવસમાં જ ડબ્બા દીઠ ?૫૦નો વધારો થતાં ગ્રાહકોને વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે.બીજી તરફ કપાસિયા તેલના ભાવમાં પણ ૨૦નો વધારો થયો છે. આ વધારાની સીધી અસર ઘરેલુ બજેટ પર પડી રહી છે.
વેપારીઓના જણાવ્યા પ્રમાણે ભાવ વધારા પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. જેમાં મુખ્યત્વે કાચા માલના ભાવમાં વધારો, બજારમાં પુરવઠાની અનિશ્ચિતતા, માંગમાં વધારો, પરિવહન અને ઉત્પાદન ખર્ચમાં વધારો આ તમામ પરિબળોની અસર ખાદ્ય તેલના બજાર પર જાવા મળી રહી છે.
સતત વધી રહેલા ખાદ્ય તેલના ભાવને કારણે ગૃહિણીઓ અને મધ્યમવર્ગીય પરિવારોમાં ચિંતા વધી છે. દૈનિક ઉપયોગની આવશ્યક વસ્તુઓના વધતા ભાવને કારણે માસિક ઘરખર્ચનું આયોજન કરવું વધુ મુશ્કેલ બનતું જઈ રહ્યું છે.