સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડતા ભારે તારાજી સર્જી છે. સુરત, વલસાડ, તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદથી જનજીવન વ્યાપકપણે પ્રભાવિત થયું છે. ક્યાક રસ્તાઓ નદીમાં ફેરવાયા છે, તો ક્યાક ડેમ ઓવરફ્લો થતાં હાઈએલર્ટ અપાયું છે. સુરત શહેરમાં માત્ર બે કલાકમાં જ ૪ ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જ્યારે સરેરાશ ૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે પર્વત પાટીયા વિસ્તાર સહિતના અનેક રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા.
સુરતના કામરેજમાં સાડા છ ઇંચ અને સુરત શહેરમાં ૫ ઇંચ ધોધમાર વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા અને શહેરીજનો પરેશાન થયા હતા. સૌથી વધુ વલસાડના વાપીમાં સાડા આઠ ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર થયો છે. સુરતમાં બે કલાકમાં ચાર ઈંચ સહિત સરેરાશ પાંચ ઈંચ જેટલા વરસાદ નોંધાયો છે. આજે ૧૦૦ તાલુકામાં મેઘમહેર થઈ હતી. જેમાં ૧ ઇંચથી વધુ વરસાદ હોય તેવા ૪૦ તાલુકા હતા.
કીમ-માંડવી સ્ટેટ હાઈ-વે ઘૂંટણસમા પાણી ભરાતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વાહનો પાણીમાં ખોટકાયા હતા. વલસાડના વાપીમાં સૌથી વધુ સાડા આઠ (૮.૫) ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારે પણ છીપવાડ અને અંડરપાસ સહિતના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ભારે વરસાદને પગલે રાજ્યના અનેક જળાશયોમાં પાણીની માતબર આવક થઈ છે, જેના કારણે નદીકાંઠાના ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ગાયકવાડી શાસન સમયનો ઐતિહાસિક ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમની સપાટી પરથી ૨.૪ સે.મી. પાણી વહી રહ્યું હોવાથી હેઠવાસના ૧૭ ગામોને હાઈએલર્ટ કરાયા છે. અમરેલી જિલ્લાના ૧૦માંથી ૭ મોટા જળાશયો ઓવરફ્લો થયા છે. રાત્રે ઠેબી ડેમના ૬ દરવાજા ખોલાયા હતા, જે હાલ ૩ દરવાજા ૨ ફૂટ સુધી ખુલ્લા રખાયા છે. અમરેલી, ફતેપુર, પ્રતાપગઢ અને ચાપાથળ ગામોને નદી કિનારે ન જવા કડક સૂચના અપાઈ છે.
આજે સવારે ૬ થી ૮ વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ રાજ્યના ૭૬ તાલુકાઓમાં વરસાદી માહોલ જાવા મળ્યો હતો. જેમાં તાપીના વાલોડમાં પોણા ૩ ઈંચ (૨.૭૫) અને સુરતના કામરેજમાં અઢી ઈંચ (૨.૫) વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સુરતના પલસાણા, નવસારીના ગણદેવી અને વલસાડના ધરમપુર-પારડીમાં પણ ૧ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સરેરાશ ૬.૫૦ ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં ૨૪%, ઉત્તર ગુજરાતમાં ૨૧%, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૨.૩૫% અને કચ્છમાં માત્ર ૦.૪૨% વરસાદ વરસ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદે ભારે વિનાશ વેર્યો છે, જેમાં સૌથી વધુ અસર વલસાડ અને સુરતમાં જાવા મળી છે. વલસાડના વાપીમાં સૌથી વધુ સાડા આઠ ઇંચ વરસાદ ખાબકતાં ચારે તરફ જળબંબાકારની Âસ્થતિ સર્જાઈ હતી. વલસાડમાં વહેલી સવારે પણ તોફાની વરસાદ થતાં છીપવાડ અને અંડરપાસ સહિતના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બીજી તરફ, સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. સાંજે માત્ર બે કલાકના સમયગાળામાં જ સુરતમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. કામરેજમાં સાડા છ ઇંચ અને સુરત શહેરમાં સરેરાશ પાંચ ઈંચ વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે પર્વત પાટીયા વિસ્તાર તેમજ કીમ-માંડવી સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને અનેક વાહનો રસ્તામાં જ ખોટકાયા હતા.
ભારે વરસાદને પરિણામે જળાશયોમાં પાણીની વિપુલ આવક થઈ છે, જેના કારણે ડેમો છલકાઈ ગયા છે. તાપી જિલ્લાના સોનગઢમાં આવેલો ગાયકવાડી શાસન સમયનો ઐતિહાસિક ડોસવાડા વિયર ડેમ ઉપરવાસના વરસાદથી ઓવરફ્લો થયો છે. ડેમની સપાટી પરથી ૨.૪ સેન્ટીમીટર જેટલું પાણી વહી રહ્યું હોવાથી સાવચેતીના ભાગરૂપે હેઠવાસના ૧૭ ગામોને હાઈએલર્ટ કરી દેવાયા છે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો, ત્યાંના ૧૦માંથી ૭ મોટા જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે. પાણીની સતત આવકને પગલે મોડીરાત્રે ઠેબી ડેમના ૬ દરવાજા ખોલવાની ફરજ પડી હતી. હાલ વરસાદે વિરામ લેતાં ડેમના ૩ દરવાજા ૨ ફૂટ સુધી ખુલ્લા રાખવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતાં અમરેલી, ફતેપુર, પ્રતાપગઢ અને ચાપાથળ સહિતના ગામોને નદી કિનારે ન જવા કડક સૂચના આપવામાં આવી છે.
નર્મદા જિલ્લામાં ભારે વરસાદ ભારે નુકસાની લઈને આવ્યો છે. સાગબારા અને ચીકદા પંથકમાં નદી-નાળાઓ ગાંડાતૂર બન્યા છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને અનેક ગરીબ પરિવારોની ઘરવખરી તણાઈ ગઈ હતી. જળબંબાકારની પરિÂસ્થતિ એટલી વિકટ બની હતી કે સેલંબાના ગોટાપાડા પુલ પર પાણી ફરી વળવા છતાં કેટલાક વિદ્યાર્થીઓ પોતાના જીવના જાખમે શાળાએ જવા મજબૂર બન્યા હતા. આ ઉપરાંત, સેલંબા ખાડીમાં પાણીના ધસમસતા પ્રવાહમાં એક ગાય તણાઈ ગઈ હોવાના પણ દુઃખદ અહેવાલો સામે આવ્યા છે.








































