પત્રકાર એકતા પરિષદ વડિયા અને નવરંગ નેચર ક્લબ રાજકોટના સંયુક્ત ઉપક્રમે ૮ જુલાઈના રોજ સવારે ૯થી ૧૨ વાગ્યા દરમિયાન સુરગવાળા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે રાહત દરે રોપા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન વૃક્ષ ઉછેર અને પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન મળે તે હેતુથી ફૂલછોડ, ડેકોરેટિવ છોડ, કેસર આંબા, ચીકુ, નાળિયેરી, દેશી ઓહડિયા, પ્લાસ્ટિક કુંડા, અળસિયાનું ખાતર, અજમાનું મધ અને શાકભાજીના દેશી બિયારણનું રાહત દરે વિતરણ કરવામાં આવશે. સમગ્ર વડિયા વિસ્તારના લોકોને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયો છે.