મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જોષી, તાલુકા આરોગ્ય અધિકારી ડો. એસ.બી. સતાણી તથા મોટા આંકડીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. મીત મોદીના માર્ગદર્શન હેઠળ એક વિશેષ આરોગ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત જનતા વિદ્યાલય વડેરા અને વડેરા પ્રાથમિક શાળામાં ધોરણ ૫ અને ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટીડી (ધનુર અને ડિપ્થેરિયા) ની રસી આપવામાં આવી હતી. આ રસીકરણ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરેલી આર.બી.એસ.કે. ટીમ અને વડેરા સ્થાનિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ સહિત બંને શાળાઓના શિક્ષકો અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો.