છેલ્લા ઘણા દિવસોથી વરસાદ ખેંચાવાને કારણે ચોમાસાના પાકને પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. ખેડૂતોનો આ કિંમતી પાક સુકાતો બચાવી શકાય તે માટે રાજુલા માર્કેટ યાર્ડના ચેરમેન અને રાજુલા ખાંભા સંઘના ડિરેક્ટર રાજેશભાઈ આર. પરસાણા દ્વારા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેની નકલ સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને પણ મોકલાઈ છે.આ પત્રમાં વિનંતી કરાઈ છે કે ‘સૌની યોજના ફેસ-૨’ હેઠળ લીંક-૨ પેકેજમાં આવતા ખાલી ડેમો, ચેકડેમો, તળાવો અને નદીઓના નિર્ધારિત પોઇન્ટ્સ પર વહેલી તકે પાણી છોડવામાં આવે. જો આ જળાશયો ભરીને તેની નહેરના વિસ્તારોમાં પાણી આપવાની તાકીદે વ્યવસ્થા કરવામાં આવે, તો ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તેમ છે અને તેમનો ખેતી પાક સંપૂર્ણપણે બચી શકે તેમ છે.










































