કોડીનાર સ્થિત ભ.ભા. વિદ્યાલય ખાતે ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગીર સોમનાથના પ્રાચાર્ય વી.એમ. પંપાણીયા, નગરપાલિકાના સભ્ય રવિભાઈ ડોડિયા, નારણભાઈ બારડ, પ્રકાશભાઈ ડોડિયા, રૂટ લાઇસન ઓફિસર સિંહલભાઈ ડોડિયા તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણ, શિસ્ત અને સંસ્કારના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આચાર્ય ડી.જી. રાઠોડે પ્રવેશોત્સવના હેતુ અંગે માહિતી આપી હતી. ધોરણ ૯માં ૨૮૫ અને ધોરણ ૧૧માં ૩૪૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. કાર્યક્રમમાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.