ચલાલા સ્થિત ગાયત્રી સંસ્કાર ધામ ખાતે નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં આંખ અને દાંત સંબંધિત વિવિધ તપાસ તેમજ સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આંખોના નિષ્ણાત ડા. રાઠોડે દર્દીઓની તપાસ કરી જરૂરિયાતમંદ લોકોને ચશ્માંનું વિતરણ કર્યું હતું. દાંત વિભાગમાં ડા. ઈશાબેને દાંત ખેંચવા, ચાંદી પૂરવી, દાંતની સફાઈ, સિમેન્ટ ભરવા સહિત દાંતના વિવિધ રોગોની સારવાર કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન ગાયત્રી ધામના વડા સંત ડા. રતિદાદાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.











































