બગસરામાં ગત ૨૪ જુનના રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળની ટીમ દ્વારા શહેરના ગરીબ વિસ્તારોમાં બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ટીમમાં હિતેશભાઈ જોશી, કનુભાઈ વ્યાસ, છગનભાઈ ઠાકર, ભુપતભાઈ રંગપરા, પરેશભાઈ છત્રોલા, અંકિતભાઈ ઠાકર અને જયંતીભાઈ કાપડિયા સહિતના કાર્યકરોએ આ કાર્યક્રમને સફળ બનાવેલ હતો. સમગ્ર ટીમે શહેરના સુપ્રસિદ્ધ મંદિર રત્નેશ્વર મહાદેવ મંદિરે સાંજની આરતીનો લાભ પણ લીધો હતો.