ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડના અમરેલી જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આપ આગેવાનોએ ચૈતર વસાવાના સમર્થનમાં રેલી યોજી વિરોધ વ્યકત કર્યો હતો. આપ આગેવાનોએ જણાવ્યું હતું કે, AAP ની જિલ્લા પંચાયતમાં જીતથી ભાજપ ગભરાઈ છે. આ અન્યાય સામે અમે હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી કાયદાકીય લડત લડીશું. આદિવાસી સમાજ ક્યારેય ઝૂકશે નહીં અને આવનારા સમયમાં ભાજપને જડબાતોડ જવાબ આપશે. અમરેલીમાં કાંતિભાઈ સતાસિયા, નિકુંજ સાવલિયા, હિરેન વિરડીયા, વનરાજભાઈ વાળા, રમેશભાઈ સતાસિયા, સુખાભાઈ વાળા, રવિભાઈ હિરાણી, અરુણાબેન પંડ્‌યા અને દક્ષાબેન રામાવત સહિતના કાર્યકર્તાઓ દ્વારા એક વિશાળ સમર્થન રેલી યોજવામાં આવી હતી.