શિક્ષણ, સંસ્કાર અને રાષ્ટ્રીયતા માટે જાણીતા શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં તારીખ ૨૫/૬/૨૬ ના રોજ વિદ્યાર્થીઓમાં ટ્રાફિક અવેરનેસ વધે તે હેતુથી એક સુંદર કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ એચ.જે. બરવાડિયા મેડમે ખાસ ઉપસ્થિત રહીને વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે વિસ્તૃત માહિતી આપી હતી. તેમની સાથે હેડ કોન્સ્ટેબલ એચ.એસ. સોલંકી અને ટીઆરબી પીયુષભાઈ કાલેણા પણ હાજર રહ્યા હતા.