લાઠીની શ્રીમતી નર્મદાબેન હરિલાલ સંઘવી કન્યા વિદ્યાલય ખાતે નેઈલ આર્ટ અને રેઝિન આર્ટના તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું. રેઝિન આર્ટ એક અનોખી અને સર્જનાત્મક કલા છે, જેમાં ઇપોક્સી રેઝિનનો ઉપયોગ કરીને આકર્ષક અને કલાત્મક
કૃતિઓ તૈયાર કરવામાં આવે છે. Binu Art દ્વારા વિદ્યાર્થીઓને રેઝિન આર્ટની તાલીમ આપવામાં આવી હતી. આ કલા સર્જનાત્મકતા વિકસાવે છે તેમજ સ્વરોજગાર અને વ્યવસાયની નવી તકો ઊભી કરે છે.









































