અમરેલી શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને રાહદારીઓની સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. અહીંના એક વિસ્તારમાં જાહેરરોડ-રસ્તા પર લોકોની અવરજવર તેમજ વાહનોને અડચણરૂપ થાય તે રીતે પાણીપુરીની લારી ઊભી રાખવા બદલ સુરેશભાઇ મનોજભાઇ ખોરાસીયા (ઉ.વ.૨૭) સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીએ પોતાના હવાલાવાળી પાણીપુરીની લારી જાહેર માર્ગ પર એવી રીતે ગોઠવી હતી, જેનાથી વાહનવ્યવહાર ખોરવાય અને અકસ્માતનું જોખમ ઊભું થાય. આ બાબત પોલીસના ધ્યાને આવતા, ટ્રાફિકમાં અડચણ અને જાહેર જનતા માટે જોખમ ઊભું કરવા બદલ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.