કોડીનાર તાલુકાના પીપળી ગામે ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાની ગ્રાન્ટમાંથી તૈયાર થયેલ એસ.ટી. પિક અપ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રી પ્રદ્યુમનભાઈ વાજાના હસ્તે આ સ્ટેન્ડ ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શારદાબેન બાંભણિયા, સ્થાનિક પદાધિકારીઓ, ખરીદ વેચાણ સંઘના પ્રમુખ, પીપળી ગામના સરપંચ હરિભાઈ ગોહિલ તેમજ તાલુકા ભાજપના અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.










































