લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે આનંદ ધાનાણીની વરણી કરવામાં આવી છે. આ નિમણૂક ૨૬ જૂનના રોજ થઈ હતી. અગાઉ, આ પદ પર જીગ્નેશ સાવજ કાર્યરત હતા, પરંતુ લીલીયા જિલ્લા પંચાયતની ટિકિટ મળ્યા બાદ તેઓ વિજયી બનતા આ પદ ખાલી પડ્યું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત અને ગતિશીલ બનાવવાના હેતુથી આ નિમણૂક કરવામાં આવી છે.તેમની વરણીથી સમગ્ર પંથકના કાર્યકરો અને આગેવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.









































