અમરેલી સ્થિત ડી. એચ. કાબરીયા આર્ટસ મહિલા કોલેજનું શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬નું B.A. (Soc) સેમેસ્ટર-III નું યુનિવર્સિટી પરિણામ જાહેર થયું છે. આ પરિણામમાં કોલેજે અદ્‌ભુત પ્રદર્શન કરતા ૯૪% પરિણામ સાથે ૧૦૦% ફર્સ્ટ ક્લાસ મેળવ્યો છે.કોલેજ કક્ષાએ પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થિનીઓમાં આસોદરીયા સંજના જે. (૮૬.૩૬%) પ્રથમ, સાનેના ધ્રુવિ એસ. (૮૫.૨૭%) દ્વિતીય અને રાઠોડ ભુમિ એ. (૮૫.૨૭%) તૃતીય ક્રમે રહી છે. યુનિવર્સિટી પરીક્ષામાં આ શ્રેષ્ઠ સફળતા મેળવવા બદલ શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ અને અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા તમામ વિદ્યાર્થીનીઓ, રેન્કર્સ અને કોલેજના સ્ટાફને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.