સાવરકુંડલાની નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં ૨૩ સપ્ટેમ્બરે થેલેસેમિયા જાગૃતિ અંગે વ્યાખ્યાન યોજાયું હતું. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના મેહુલભાઈ વ્યાસે વિદ્યાર્થીનીઓને થેલેસેમિયા માઇનોર અને મેજર અંગે માહિતી આપી હતી. હિમોગ્લોબિનની ઉણપ અને આરોગ્યલક્ષી મુશ્કેલીઓથી બચવા જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ૨૬ સપ્ટેમ્બરે દાતાશ્રીના અનુદાનથી થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ યોજાશે, જેમાં આશરે ૧૫૦ વિદ્યાર્થીનીઓ લાભ લેશે. કાર્યકારી આચાર્ય ડી.એલ. ચાવડા અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડા. પ્રતિમા શુક્લના સંકલનથી કાર્યક્રમ યોજાયો હતો.