ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ પદે બાબરાના ભુપેન્દ્રભાઈ બસીયાની નિયુક્તિ થતાં બાબરાના અનમોલ પાર્ક સોસાયટીના રહીશો દ્વારા તેમનું ઉષ્માભેર સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રહીશોએ પરંપરાગત રીતે તલવાર અર્પણ કરી સન્માનિત કર્યા હતા. નવી જવાબદારી બદલ શુભેચ્છાઓ પાઠવી સંગઠન અને સમાજ માટે વધુ સારી કામગીરી કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. સન્માન સમારોહમાં સોસાયટીના મોટી સંખ્યામાં રહીશો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.







































