બગસરા નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચનાને લઈને વિવાદ ઉભો થયો છે. સમિતિઓની વરણી દરમિયાન નિયમો અને નક્કી કરાયેલા માપદંડોની અવગણના કરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. એક જ સભ્યને બે મહત્વના હોદ્દા આપવામાં આવ્યા હોવાની ચર્ચાએ રાજકીય માહોલ ગરમાવ્યો છે. આ મુદ્દે કેટલાક સભ્યોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે.મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા સ્તરે આ અંગે ચર્ચા શરૂ થઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ નિયમો મુજબ પ્રક્રિયા પૂર્ણ થાય તે અંગે સ્થાનિક આગેવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે સમિતિઓની રચના સંબંધિત જાહેરાત યોગ્ય પ્રક્રિયા બાદ જ કાયદેસર ગણાશે. હવે આગળ શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર મંડાઈ છે.









































