મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડા. આર. એમ. જોષી અને અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વાંકીયા ગામ ખાતે જૂન માસમાં ‘મેલેરિયા વિરોધી ઉજવણી’ કરવામાં આવી હતી. અટકાયતી પગલાંના ભાગરૂપે, આરોગ્ય ટીમ દ્વારા ૨૦૦થી વધુ ઘરોની મુલાકાત લઈ ૩૫૦થી વધુ ખુલ્લા પાત્રોમાં પોરા ભક્ષક માછલીઓ મૂકવામાં આવી હતી. આ ઉપરાંત, ગામમાંથી નકામા ટાયર, ભંગાર, ડબા-ડબ્બી અને કુંડાઓનો નિકાલ કરાયો હતો.અભિયાન દરમિયાન ગ્રામજનોને પાણીના ટાંકા હવાચુસ્ત ઢાંકવા, શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરવા, આજુબાજુ ભરાતા પાણીનો નિકાલ કરવા અને તાવ આવે ત્યારે લોહીની તપાસ કરાવવા અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. આ કામગીરીને સફળ બનાવવા સ્થાનિક આરોગ્ય કર્મચારી એ. ડી. અગ્રાવત અને આશા બહેનોની ટીમે ઘરે-ઘરે જઈને ટાંકા-ટાંકીની તપાસ કરી લોકોને મેલેરિયા અટકાવવા માટે પ્રેરિત કર્યા હતા.