અમરેલીની સરકારી તેમજ ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત ટીટેનસ અને ડિપ્થેરિયા (TD) રસીકરણ તેમજ બાળકોની આરોગ્ય તપાસનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડા. આર. એમ. જોષી, આર.સી.એચ.ઓ. ડો. સિંઘ અને ટી.એચ.ઓ. ડો. સતાણીના માર્ગદર્શન હેઠળ રસીકરણ અભિયાન યોજાયું હતું. ભોજલપરા પ્રાથમિક શાળા ખાતે મામલતદાર દવે, નગરપાલિકા સદસ્ય કોમલબેન રામાણી અને પરીતાબેનની પ્રેરક ઉપસ્થિતિમાં ધોરણ ૫ અને ૧૦ ના વિદ્યાર્થીઓને ધનુર તથા ડિપ્થેરિયા સામે રક્ષણ આપતી રસી આપવામાં આવી હતી.










































