વડિયાના દેવગામ ખાતે ડીઝલ છાંટી સળગી જનાર વૃધ્ધાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે ભરતભાઇ ગભરૂભાઇ વાળા (ઉ.વ. ૪૦)એ પોલીસને જાહેર કર્યા મુજબ, મૃતક રમજુબેન ગભરૂભાઇ વાળા (ઉં.વ. ૬૫) છેલ્લા ૨૨ વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોઈ તેનાથી કંટાળી ગયા હતા. જેના કારણે તેમણે પોતાના શરીરે ડીઝલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું. વડિયા પોલીસે આ અંગે અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.










































