અમરેલીના વરસડા ગામે ટોર્ચ લાઈટ કરવા મુદ્દે ઢીકાપાટુનો માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે દિલુભાઈ સુરીંગભાઈ ધાધલ (ઉ.વ.૫૦)એ તેમના જ ગામના ચંપુભાઈ વલકુભાઈ ધાધલ, લાઠીના દુધાળા ગામના માણકુભાઈ નાનાભાઈ ખુમાણ તથા લાલાભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેઓ રાત્રિના સમયે પોતાની વાડીએ નીલગાય આવી છે કે કેમ તે જોવા માટે ટોર્ચ લાઈટ કરતા હતા. આ ટોર્ચ લાઈટનો પ્રકાશ આરોપીઓ પર પડતાં તેમને સારું ન લાગતા ગાળો આપી હતી. તે દરમિયાન ચંપુભાઈ ધાધલે લાકડીનો એક ઘા જમણી આંખના ભમર (નેણ) પર મારી મૂઢ ઈજા પહોંચાડી હતી. આ સાથે ત્રણેય આરોપીઓએ તેમને શરીરે ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. જે. ગોંડલીયા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.